Posts

Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ

Image
 Navsari news: નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ નવસારી,તા.૧૯: આજ રોજ સ્વચ્છતા હીઁ સેવા કાર્યક્રમ હેઠળ નવસારી તાલુકાના સિસોદરા(ગણેશ) ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં જ્યાં કચરો વધારે થાય છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી હતી. અને ગામને કચરા મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રામજનોને આસપાસ સ્વચ્છતા જાળવવા જાગૃત કરાયા હતા. 

Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ

Image
  Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા  'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ - નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આજરોજ 'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે N.C.M. શાળા અને નગર પાલિકાના અધિકારી કમ્રચારીઓ, શિક્ષકો સાથે મળી સ્વચ્છતા રેલીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, નગર પાલિકા સ્ટાફ નગરજનોએ સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી. આ સાથે પ્રતિબંધિત 'પ્લાસ્ટીક બંધ કરો', 'સ્વચ્છતા જાળવો' જેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતાનુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.

ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી

Image
         ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી નવસારી,તા.૧૮: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા અને ડી.આઈ. કે. કન્યા શાળાના બાળકો સાથે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ, આરોગ્ય ચેરમેનશ્રી સારિકાબેન પટેલ, તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર શ્રી પ્રાચી પી. દોસી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા જાળવવા બાબતે સ્વચ્છતા જાગૃતિ રેલી અને શાળાના બાળકો સાથે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. 

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ

Image
        નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ * ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલકેટરશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા ** સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું ** સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા  *   (નવસારી: મંગળવાર) રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગણદેવી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધનોરી ગામે ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ઊપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે  કલેકટરશ્રીએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાઓનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા .         ધનોરી  ગામે  આયોજિત ગણદેવી  તાલુકાના  સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ૨૫ ગામોના 

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Image
Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયાનું બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવ

ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર સાથે જોડાયેલ છે

Image
ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર સાથે જોડાયેલ છે ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર સાથે જોડાયેલ છે જેઓ શાકભાજી અને ફળપાકોમાં પ્રાકૃતિક ખેતી અને મધમાખી પાલનમાં સફળતા મેળવી અન્ય ખેડૂતોને મદદરૂપ બની રહ્યા છે. ચીખલી તાલુકાના સોલધરા ગામના વતની શ્રી અશોકભાઈ પટેલ રાસાયણિક ખેતી છોડી છેલ્લા ૧૨ વર્ષથી પ્રાકૃતિક ખેતી અને મધમાખી ઉછેર... Posted by  Ddo Navsari  on  Thursday, September 12, 2024

Navsari : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી

Image
     Navsari : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી નવસારી,તા.૧૧: આજરોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજરશ્રી દ્વારા નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓ, વિવિધ યોજનાઓ અંગે ચેરપર્સનશ્રીને અવગત કર્યા હતા. ચેરપર્સનશ્રીએ કર્મચારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી બેંકની વિવિધ બાબતો  અંગે માહિતી મેળવી હતી. તેમણે વર્ષોથી એસબીઆઇ સાથે જોડાયેલા એકાઉન્ટ હોલ્ડર નાગરિકો સાથે ચર્ચા કરી તેઓના અનુભવો જાણ્યા હતા. આ સાથે ચેરપર્સનશ્રીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતીશ્રી ડૉ.ઝેડ.પી.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે એસબીઆઇ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ,કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.