નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ

       

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આજથી શુભારંભ

*

ગણદેવી તાલુકાના ધનોરી ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં નવસારીના કલકેટરશ્રી ક્ષિપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા

**

સેવા સેતુ કાર્યક્રમએ લાભાર્થીઓ માટે યોજનાકીય લાભોનું વિતરણ તથા સરકારી યોજનાની માહિતીનું કેન્દ્ર બન્યું

**

સેવા સેતુમાં ગણદેવીના ગ્રામજનનો વિવિધ યોજનાઓનો ઘરઆંગણે લાભ લેવા ઉમટી પડ્યા

 * 

 (નવસારી: મંગળવાર) રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસનની પ્રતીતિ અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે ગણદેવી તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધનોરી ગામે ૧૦મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા ઊપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે  કલેકટરશ્રીએ સેવા સેતુના વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળી રહેલ સેવાઓનો તાગ મેળવ્યો હતો સાથે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો કર્યા હતા . 

       ધનોરી  ગામે  આયોજિત ગણદેવી  તાલુકાના  સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ૨૫ ગામોના  લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવા સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે . આ સેવા સેતુમાં ભારત તથા ગુજરાત સરકારના ૧૩ વિભાગની કુલ ૫૫  સેવા જેવી કે  આધાર કાર્ડ, આવકનો દાખલો, ૭/૧૨ અને ૮ – અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ, નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવી રહ્યા છે . 

 આજ રોજ સેવાસેતુમાં આવેલ ચાંગા ગામના લાભાર્થી  દિપાલી ભરતભાઇ  પટેલ એ જણાવ્યું કે , મારે રેશન કાર્ડ માં સુધારો કરવાનું હતું જે ઘણા સમય થી બાકી હતું પરંતુ આજરોજ મારા ઘર આંગણે જ સેવા સેતુનો કાર્યક્રમ હોવાથી મારી અરજીનો નિકાલ ઘર બેઠા  થયેલ છે. અને મારે કચેરી સુધી જવું પડ્યું નથી તે બદલ સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું .   

        આ કાર્યક્રમમાં ગણદેવી  તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રશાંત ચંદ્રવદન શાહ,ચીખલી  પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલ  , ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી  મહેશ પી.વિરાણી , ગણદેવી મામલતદારશ્રી જગદીશ એન.ચૌધરી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ , લાભાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 






 

Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.