Navsari : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી

    

Navsari : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી

નવસારી,તા.૧૧: આજરોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનશ્રી ચેલા શ્રીનિવાસુલુ શેટૃીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાંચની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાંચ મેનેજરશ્રી દ્વારા નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓ, વિવિધ યોજનાઓ અંગે ચેરપર્સનશ્રીને અવગત કર્યા હતા. ચેરપર્સનશ્રીએ કર્મચારીઓ સાથે રૂબરૂ વાતચીત કરી બેંકની વિવિધ બાબતો  અંગે માહિતી મેળવી હતી. તેમણે વર્ષોથી એસબીઆઇ સાથે જોડાયેલા એકાઉન્ટ હોલ્ડર નાગરિકો સાથે ચર્ચા કરી તેઓના અનુભવો જાણ્યા હતા. આ સાથે ચેરપર્સનશ્રીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતીશ્રી ડૉ.ઝેડ.પી.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રસંગે એસબીઆઇ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ,કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા. 




Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા