Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.
Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું. તારીખ ૨૧-૦૯-૨૦૨૪નાં દિને ઉપરોક્ત વિષય અન્વયે આગામી રજી(બીજી)ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છતા ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે.જેના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.રજી(બીજી)ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે અન્વયે રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરીને પ્રધાન્યતા ધ્યાને લઈ સમગ્ર રાજયમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અભિયાનને તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.જે અનુસાર રાજ્યની તમામ ગ્રામ /તાલુકા/જીલ્લા પંચાયતો તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નું અમલીકરણ કરવા અત્રેના જીલ્લામાં “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી"...