Gandevi news : ગણદેવી તાલુકામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ.

  Gandevi news : ગણદેવી તાલુકામાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઇ.


બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઈ, સૂકો અને ભીનો કચરાનું વર્ગીકરણ, વૃક્ષારોપણ, કચરામાંથી ખાતર બનાવવાની શોર્ટ ફિલ્મ જેવી પ્રવૃતિઓ થકી નાગરિકોને જાગૃત કરાયા

-

નવસારી,તા.૧૮: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની તથા જાગૃત નાગરિકોના સહકાર થકી 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' સૂત્ર સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા નવસારી જિલ્લામાં પણ આ અભિયાન વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ થકી મહાઅભિયાનમાં પરિણમ્યું છે. આજરોજ ગણદેવી તાલુકાના ધમડાછા ગામના વડ ફળિયુ આગળ સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બ્લેક સ્પોટની સામુહિક સાફ સફાઈ કરવામાં આવી હતી. Black Spots  એટલે એવા સ્થળ જ્યાં સામાન્ય રીતે ગામમાં કચરો નાખવામાં આવે છે. એવા સ્થળોને આઇડેન્ટીફાઇ કરી આ સ્થળોની સામુહિક સાફસફાઇ હાથ ધરી તે જગ્યાને સ્વચ્છ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત કછોલી ગામે ગામની જાગૃત બહેનોને સૂકો અને ભીનો કચરો અલગ કરવા સમજૂતી આપવામાં આવી  હતી. બહેનોએ સ્વચ્છતા માટે શ્રમદાન કરી ગામમાં સ્વચ્છતા જાળવવાના શપથ ગ્રહણ કર્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા શાળામાં બાળકોને કચરામાંથી ખાતર બનાવવાની શોર્ટ ફિલ્મ બતાવી સ્વચ્છતા જાળવવા સમજૂતી આપવામાં આવી હતી. સ્વચ્છતાના ઉમદા કાર્યમાં નવસારી જિલ્લાના તમામ જાગૃત નાગરિકો ઉત્સાહપુર્વક દરેક પ્રવૃત્તિઓમાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. 





Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા