Khergam news: ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Khergam news: ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

તારીખ 12-09-2024નાં દિને ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું.

જેમાં બહેજ સી.આર.સી.માં સમાવિષ્ટ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ ૨ પરિવહન અને સંચાર, વિભાગ 3 પ્રાકૃતિક ખેતી, વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનની કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. વિજેતા બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ  ગણિત વિજ્ઞાન  પ્રદર્શનમાં  બહેજ સીઆરસી/HTAT/કેન્દ્ર શિક્ષકશ્રી અલ્પેશભાઈ પટેલ, ડેબરપાડા કેન્દ્ર શિક્ષકશ્રી હસમુખભાઈ પટેલ, સીઆરસીના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. 




Comments

Popular posts from this blog

નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Navsari news: નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.