ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું.

  ચીખલી બીઆરસી ભવન ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાયું.

આજ રોજ તા. 31-08-2024 ના રોજ બી.આર.સી. ભવન ચીખલી ખાતે ચીખલી અને ખેરગામ તાલુકાનો એલીમ્કો ઉજ્જૈનના સહયોગથી અને સમગ્ર શિક્ષા નવસારી દ્વ્રારા દિવ્યાંગ બાળકોનું અસેસમેન્ટ અને દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું. કેમ્પ માં એલીમ્કો ઉજ્જૈન ના અધિકારીશ્રીઓ તેમજ આઈ.ઈ.ડી. કો. ઓર્ડિનેટર નવસારી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ચીખલી, બી.આર.સી. કો. ઓર્ડિનેટર ખેરગામ, સ્પે. એજ્યુકેટર, સ્પે. ટીચર કેમ્પ માં લાભ લેનાર દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓએ ભાગ લીધો હતો. સદર કેમ્પમાં 14 બાળકોને સાધન સહાય આપવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૧૨ નાં બાળકોને લાભ આપવા માં આવ્યો.




Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા