શું છે “એમ્બર ગ્રીસ"?



શું છે “એમ્બર ગ્રીસ"?

એમ્બર ગ્રીસ" એટલે વ્હેલ માછલીની ઉલ્ટી જેનો ઉપયોગ અત્તર ઉદ્યોગમાં થાય છે. આ કિંમતી પદાર્થને ‘સમુદ્રનો ખજાનો’ અને ‘તરતું સોનું’ જેવા નામ આપવામાં આવ્યા છે. જેના માટે વ્હેલનો મોટાપાયે શિકાર કરવામાં આવે છે. જે ગેરકાનુની છે.

એમ્બરગ્રીસ માત્ર સ્પર્મ વ્હેલ દ્વારા ઉત્પન્ન થાય છે અને આ પ્રજાતિની માત્ર એક ટકા માછલીઓમાં આ પદાર્થ હોય છે. સમુદ્રમાં, માછલીઓ તીક્ષ્ણ ચાંચ અને શેલવાળા ઘણા જીવોને ખાય છે જેનાથી એમ્બરગ્રીસ આંતરિક ઇજાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. 

*બોક્ષ:* 

*શું છે વન્યજીવ સંરક્ષણનો કાયદો?*

ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્ય જીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો. તેનું હેતુ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વ્યાપારને લગતા ગુન્હા રોકવા માટેનો હતો. જેમાં 2023 મા સુધારો કરી વન્યજીવ સંરક્ષણ કાયદો 2022 તરીકે ઓળખાય છે. તેની હેઠળ દંડ અને સજાને ઘણી સખત કરી દેવામાં આવી હતી. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો પણ છે. આ કાયદામાં કુલ 2 અનુસૂચિ છે. જે અલગ અલગ રીતે વન્યજીવોને સુરક્ષા આપે છે. 

નવસારી જિલ્લાના બનાવની વાત કરીએ તો, આ દરિયાઈ જીવ અનુસૂચિ 1  મા સમાવેશ થયેલ છે જેમાં સંરક્ષીત વ્હેલ માછલીનો પણ સમાવેશ થાય છે. આ સુચિ હેઠળ કરવામાં આવતા અપરાધની સખત સજા છે. આ સુચિમાં આવનારા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે તો તેમને ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા ફરમાવવામાં આવશે, આ સજાને સાત વર્ષ સુધી પણ વધારી શકાય છે. અને આ સૂચિમાં દંડની રકમ 25000 થી 5 લાખ સુધી કરવામાં આવી છે. 

અનુસૂચિ એકમાં 43 વન્ય જીવ સામેલ છે. આ સૂચિમાં લઈને ઘણા પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, ચિત્તા, વરુ, શિયાળ, ડોલ્ફીન, જંગલી બિલાડીઓ, રેન્ડીયર, મોટી ગરોળી, પેગોલિન, ગેંડા અને હિમાલયમાં મળી આવતા પ્રાણીઓના નામ સામેલ છે. અનુસૂચિ એકના ભાગ બેમાં ઘણા જળીય જન્તુ અને સરીસૃપનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા