નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :

 નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું :


 નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા કર્મીઓ સાથે મળીને શહેરની સફાઇની કામગીરીમાં જોડાયાઃ 

 નવસારીઃ શનિવારઃ- નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાની સંયુકત ટીમોના સફાઈ કર્મચારીઓએ મળીને સફાઈની કામગીરીમાં જોડાયા છે. નવસારી શહેરમાં ખાસ કરીને ભેંસતખાડા, કાશીવાડ, રીંગરોડ, રૂસ્તમવાડ, બંદર રોડ, દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પુરના પાણી ભરાયા હતા. જેના કારણે કાદવ-કીચડની ગંદકી ફેલાઈ હતી. આજે પાણી ઓસર્યા બાદ સત્વરે સફાઈ કર્મચારીઓ દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી ગલી-મહોલ્લાની સફાઈ કરીને દવાનો છંટકાવ કર્યો છે. 
 

નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું : નવસારી-વિજલપોર...

Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024

Comments

Popular posts from this blog

નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

શાળા, આંગણવાડી અને લોકસંવાદ: કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમની કામગીરી

Navsari news: નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.