નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો :
નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો :
નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસર્યા બાદ સાફ-સફાઈની સાથે જંતુનાશક દવાઓના છંટકાવ સહિતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ કર્મીઓની ટીમો દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં ખાસ કરીને નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તાર ભેંસતખાડા, હિદાયત નગર, મચ્છી માર્કેટ, બંદર રોડ, તાસ્કદ નગર, રીંગરોડ વેરાવળ, કાછીયાવાડી, મિથિલા નગરી, પીજી ગાર્ડન થી ગ્રીડ રોડ, કાલિયાવાડી રોડ, રામજીખત્રી તેમજ જિલ્લાના પુર અસરસ્ગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી હતી. સાથે સાથે રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
નવસારી જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાઇ તે માટે દવાનો છંટકાવ કરાયો : નવસારીઃ શનિવારઃ નવસારી જિલ્લામાં...
Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024
Comments
Post a Comment