ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :

 ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :   

નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતાં. પુરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશરૂપે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા થી વાણીયા ફળિયા નેશનલ હાઇવે-૪૮ ના બ્રીજ પાસે પુરમાં તણાઇ આવેલા ઝાડી-ઝાંખરા, પ્લાસ્ટીક તેમજ અન્ય કચરાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે.


ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી : નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને...

Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024

Comments

Popular posts from this blog

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ...

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા