અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ... તાઃ ૦૨/૦૯/૨૦૨૪ સમય : બપોરે ૧૨ઃ૧૦ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે અંબિકા નદી તેની ભયજનક સપાટી(28 ફૂટ) નજીક આશરે બપોરે ૨ વાગે પોચે એવી શક્યતા છે. જો સ્થાનિક વરસાદ મા વધારો થાય તો અંબિકા નદીનું જળસ્તર વધારે વધે એવી શક્યતા છે. આ સંદર્ભે, નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે, સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઇ સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે... અંબિકા નદીમાં જળસ્તર સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ... તાઃ ૦૨/૦૯/૨૦૨૪ સમય : બપોરે ૧૨ઃ૧૦ ઉપરવાસમાં... Posted by Info Navsari GoG on Monday, September 2, 2024
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ નિહાળ્યું ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકા...
KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો. જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ 28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઉન્નતિ પટેલ પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક, બાળ કવિ સ્પર્ધામાં નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ઈશા પટેલ પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળ...
Comments
Post a Comment