Posts

Showing posts from September, 2024

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.

Image
તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ  શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ  પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વ...

Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Image
 Navsari news: રાજયકક્ષા વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ગરીબ કલ્યાણ મેળો: નવસારી જિલ્લો વર્તમાન સરકાર દ્વારા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચાડી છે. ગરીબ કલ્યાણ મેળાથી લઇ તમામ યોજનામાં લાભો સિધા બેંકમાં જમા થતા વચેટીયાને દુર કર્યા છે.- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે છે તો પાણીની બચત પણ વધારે થવી જોઇએ- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિ પોતાના જન્મ દિને એક વૃક્ષ વાવે- મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત નવસારી જિલ્લામાં ૧૭૪૧ લાભાર્થીઓને રૂ.૮ કરોડની સહાય-સાધનોના લાભો અર્પણ કરાયા. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ લાભાર્થી ભાઇ બહેનો સાથે સીધો સંવાદ કરી તેમને મળેલ યોજાનાકિય લાભ અંગે પ્રતિભાવો જાણ્યા નવસારી, તા.૨૭: નવસારી જિલ્લામાં રાજયકક્ષા વન અને પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઢોડીયા સમાજની વાડી, સુરખાઈ, ચિખલી ખાતે  જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. ન...

Navsari news: નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

Image
 Navsari news: નવસારી  જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું. સ્વચ્છતા હી સેવા અભિયાન: નવસારી  જિલ્લો નવસારી: સોમવાર :- “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.  સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવસારી જિલ્લાના ૫૮ ગામોમાં મનરેગા અને સ્વચ્છ ભારત મિશનના કન્વર્ઝન અંતર્ગત સામુહિક સોક્પિટ ૮૦ અને  વ્યક્તિગત શોકપીટ  ૯૮૨ અને વ્યક્તિગત કમ્પોસ્ટપીટ ૬૦ કામોના તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સામુહિક કમ્પોસ્ટપીટ ૮૪  અને સેગ્રીગેસન સેડ ૩  નું ખાતમુહૂર્ત તાલુકા કક્ષાએથી  ગામના આગેવાનોના   વરદહસ્તે કરવામાં આવ્યું હતું.  #TeamNavsari Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

Image
Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે  કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ  - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી  તા.25:  ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી.  કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટે...

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા

Image
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો બ્યુટીફિક્શનની કામગીરી માટે રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવી બેસવા માટે બાકડા આપનાર સુફિયાનભાઈને પણ 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરાયા નવસારી,તા.૨૫: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.  સ્વચ્છતા હી સેવા "સ્વભાવ  સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 'સ્વચ્છતા હીરો'ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્યા...

નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી

Image
 નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ  નવસારી,તા.૨૫: સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક  સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.     નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીમીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. 

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળ...

જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ

Image
જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ  'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  નવસારી,તા.૨૧: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે.  ત્યારે નવસારી  જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર દ્વારા  તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.