Posts

Showing posts from June, 2024

Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ.

Image
 Navsari : નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ. - નવસારી,તા.૨૮: ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીને અનુલક્ષીને સમિક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સચિવશ્રીને પ્રિમોન્સુન કામગીરી બાબતે, જિલ્લામાં પુરની પરિસ્થિતીને ટાળવા લેવાયેલ જરૂરી એક્શન બાબતે, આગામી વરસાદી સિઝનમાં આરોગ્ય વિભાગ, પાણી પૂરવઠા, નગરપાલિકા, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત વિવિધ વિભાગે કરેલ આગોતરી તૈયારીઓ અંગે અવગત કર્યા હતા. વધુમાં વિવિધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ સંલગ્ન બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી આર.વૈશાલી સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦ #TeamNavsari #navsari #meeting Gujarat Information CMO Gujarat @collectornavsari PMO India *નવસારી જિલ્લા પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાની વિવિધ કામગીરીની સમિક્ષ

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
 Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય

નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.

Image
 નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી *૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી *નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ *શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪* - *જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારી તાલુકાના પારડી ખા

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
  Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી

Image
 ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું જીવંત પ્રસારણ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સૌએ  નિહાળ્યું  ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં કુલ ૬૪૦૭૨ વિદ્યાર્થીઓને આંગણવાડીથી લઈને ધો. ૧૧ સુધીમાં પ્રવેશ અપાશે  તા. ૨૬ થી ૨૮ સુધી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓ ખૂંદી વળશે  પ્રવેશોત્સવમાં વધુમાં વધુ વાલી અને ગ્રામજનોની ભાગીદારી વધે તે માટે પ્રયાસ જરૂરીઃ જિલ્લા કલેકટરશ્રી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન  સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮ જૂનના રોજ ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...’’ ટેગલાઈન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪-૨૫ નો શુભારંભ થનાર છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા બ્રિફિંગ મીટિંગનું આયોજન થયું હતું. જેમાં વલસાડ જિલ્લો પણ સહભાગી બનતા જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જી

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

Image
   Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, અધ્યક્ષશ

વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો

Image
 વાત પ્રાકૃતિક ખેતીની:નવસારી જિલ્લો નવસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ વર્ષ-૨૦૨૨-૨૩માં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર ૪૭૬૪ એકર હતો જે વધીને વર્ષ-૨૦૨૩-૨૪માં ૭૪૭૦ એકર થયો છે જે નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સફળતાની ગાથા રજુ કરે છે. 'પ્રાકૃતિક ખેતી થકી ફક્ત એક વર્ષમાં જમીનને તંદુરસ્ત બનાવી શકાય છે.'-પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત મુકેશભાઇ નાયક છ વિઘા જમીનમાં છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી નવસારી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા ખેડૂત મુકેશભાઇ નાયકને રાજ્યપાલશ્રીના હસ્તે મળ્યુ છે બહુમાન સંકલન-વૈશાલી પરમાર નવસારી, તા.૨૪: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની ઓલાદો વધી રહી છે. ખેત પેદાશોની ગુણવત્તા વધી રહી છે. ખેડૂતોને પોતાની ઉત્પાદનનું યોગ્ય વળતળ મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઇમેટ ચેન્જમાં પણ પ્રાકૃતિક ખેતીનો સિંહ ફાળ રહ્યો છે. આ મુહિમને આગળ વધારવામાં નવસારી જિલ્લાના ખેડૂતો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે.  ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ફ

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
   Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

Image
 Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
    Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટે